{{ann}}

અલકાપુરી હવેલી

અલકાપુરી હવેલી વિશે

જગદ્‌ગુરૂ શ્રીમદ્‌ વલ્લભાચાર્યજીની કૃપાથી સેવા, સ્નેહ અને સમર્પણ ના આદર્શો ને આચરવા, માનવજીવનમાં આધ્યાત્મિક ઉન્મેશને જગાવવા તથા સાંસ્કૃતિક સ્થીરતા સ્થાપિત કરવા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આધ્યાત્મિક પ્રવૃતિઓવાળું સંકુલ ઉભુ કરી તેના માધ્યમ દ્વારા માનવ સેવા ની પ્રવૃતિઓનો વિકાસ કરવો એવો વિચાર ઉદ્‌ભવ્યો અને પુષ્ટિપ્રભુ શ્રીનાથજી બાવાની કૃપાથી, શ્રીવલ્લભકુળ પરિવાર ના માર્ગદર્શન અને પરમ ભગવદીય વૈષ્ણવોના સાથ સહકારથી શ્રીગોવર્ધનનાથજીની હવેલીના નિર્માણનું કાર્ય પૂરું થયું.

દશેરા ના દિવસે પ.પૂ. વ્રજેશકુમારજી મહારાજશ્રી અને પૂ શ્રી ઇન્દિરાબેટીજી ના આશીર્વાદ થી આપના સાન્નિધ્યમાં પ્રિન્સેસ આશારાજે ગાયકવાડ ના હસ્તે ખાતમુહૂર્ત થયું.

પૂ.શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી, પૂ. શ્રીવાગીશકુમારજી મહારાજશ્રી, પૂ. શ્રીચંદ્રગોપાલજી મહારાજશ્રી ની ઉપસ્થિતિમાં વૈષ્ણવોના મોટા સમુદાયની વચ્ચે ધામ ધૂમ થી પ્રસંગ ઉજવાયો.

શ્રીગોવર્ધનનાથજીનુ મોટુ સ્વરૂપ પૂ.પા.ગો.શ્રીવ્રજેશકુમારજી મહારાજ ની આજ્ઞા અનુસાર અને પ.પૂ.પા.ગો.શ્રીઇન્દિરાબેટીજી ના માર્ગદર્શન હેઠળ જયપુરના ખાસ નિષ્ણાત શિલ્પકાર પાસે તૈયાર કરાવ્યું છે અને નાનું ઉત્સવ સ્વરૂપ પૂ.પા.ગો.શ્રીવ્રજેશકુમારજી મહારાજશ્રી એ પધરાવી આપ્યુ તે બદલ સમસ્ત વૈષ્ણવજગત તેમનું ઋણી રહેશે.

સંવત ૨૦૪૯ ના આસો વદ પાંચમને ગુરૂવાર, છઠને શુક્રવાર તથા સાતમને શનિવાર ના દિવસો, ૧૯૯૩ ના નવેમ્બર માસની તારીખો મંગલમય દિવસોએ આપણી હવેલીમાં આપણા પ્રાણ પ્યારા પુષ્ટિ પુરૂષોતમ પ્રભુ શ્રીજી એ નિવાસ કર્યો તૃ.ગૃ.પ.પૂ.ગો.શ્રીવ્રજેશકુમારજી મહારાજશ્રી એ શ્રીગોવર્ધનનાથજી ના સ્વરૂપ ને ભાવપુષ્ટ સેવ કર્યા અને તે પછી તેઓ શ્રી ની આજ્ઞા અનુસાર સ્વરૂપ સેવાનો નિત્ય ક્રમ શરૂ થયો.

નિયમો અને શરત | ડિલિવરી અને પરિવહન નીતિ | ગોપનીયતા નીતિ | પરત કરેલી રકમ અને રદ

Copyrights © 2015 Alkapuri Haveli All rights reserved | Powered by: astar technologies